Connect Gujarat
Featured

સુરત : કોરોનાની સારવાર લઈ રહેલા 49 દર્દીઓની હાલત ગંભીર, તો બીજી તરફ પોઝિટિવ કેસમાં જોવા મળ્યો ઘટાડો

સુરત : કોરોનાની સારવાર લઈ રહેલા 49 દર્દીઓની હાલત ગંભીર, તો બીજી તરફ પોઝિટિવ કેસમાં જોવા મળ્યો ઘટાડો
X

સુરતમાં કોરોનાની સારવાર લઈ રહેલા 67 જેટલા કોરોના દર્દી પૈકી 49 કોરોના પોઝિટિવ દર્દીઓની હાલત ગંભીર છે. તો બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ પ્રથમ વખત 150થી નીચે 148 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ પ્રથમ વખત 150થી નીચે 148 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેને લઈ તંત્રને થોડીક રાહત મળી છે, જ્યારે નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં 67 કોરોનાના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 32 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર, 12 દર્દી બાઈપેપ પર અને 15 જેટલા દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના 21 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 17 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર, 8 દર્દી બાઈપેપ પર અને 7 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જેથી બન્ને હોસ્પિટલના તબીબો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ દ્વારા રાત દિવસ ખડેપગે ફરજ બજાવી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Next Story