Connect Gujarat
ગુજરાત

સુરત : રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાઇ, જાણો શું છે વજ્ર ટેન્કની વિશેષતાઓ

સુરત : રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાઇ, જાણો શું છે વજ્ર ટેન્કની વિશેષતાઓ
X

રક્ષામંત્રી રાજનાથ સિંહના દ્વારા સુરતના હજીરા ખાતે L&Tમાં 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન

(ટેન્ક) રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી. રાજનાથ

સિંહે જણાવ્યું હતું કે, L&Tએ મેક ઇન ઇન્ડિયાને

વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે. અને વજ્ર k9 ગનમાં એક મજબૂત ભારત નજરમાં આવ્યું છે.

ડિફેન્સ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ગંભીરતા પૂર્વક

કદમ ઉઠાવ્યા છે, ત્યારે વિશ્વમાં એક્સપોર્ટ

ક્ષેત્રે પણ દેશ આગળ રહે તેવા કદમ ઉઠાવ્યા છે. મેક ઇન ઇન્ડિયાને સાર્થક કરવા હવે

સ્વદેશ નિર્મિત સુરક્ષા સાધનો ભારતમાં ઉપલબ્ધ છે. ડિફેન્સ સેક્ટરમાં ખાનગી કંપની

સારું કામ કરી રહી છે, તેમજ L&T અને સરકાર સાથે મળી

આગળ પણ કામ કરતી રહેશે.

વર્ષ 2018માં કુલ 100 ગન બનાવવા માટે કરાર

થયા હતા. જેમાંથી કુલ 10 જેટલી ગન વર્ષ 2018માં તૈયારી કરીને

તેનું રાજસ્થાન, જેસલમેર તથા જોધપુરમાં પરિક્ષણ થયા બાદ આર્મીને અર્પણ પણ કરવામાં આવી છે.

કરાર પ્રમાણે વધુ 90 ગન બનાવવાની તૈયારી વર્ષ 2018થી શરૂ કરાયું હતું.

જે સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. કે-9 વજ્ર હોવિત્ઝર ગનના 80% પાર્ટનું L&Tના સ્પેશિયલ આર્મડ સિસ્ટમ્સ કોમ્પલેક્ષમાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આજે 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન

રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાઈ છે. કે-9 વજ્ર ગન ટેન્કની

વિશેષતાની જો વાત કરીએ તો તે 50 કિમી સુધીનું

લક્ષ્યનું નિશાન બનાવી શકે છે, ઉપરાંત તેની ઓપરેશનલ રેન્જ 480 કિમીની છે. કે-9 વજ્ર ગન ટેન્ક 15 સેકન્ડમાં 3 ગોળા ફેંકી શકે છે. આ ગન બનાવવા માટે દક્ષિણ કોરીયા સાથે થયેલા કરાર આધારિત તેમાં L&T પણ સહયોગ આપી રહી

છે.

Next Story