Connect Gujarat
ગુજરાત

સુરતઃ ડિંડોલીમાં બાળકીઓ સાથેનાં દુષ્કર્મનો મામલો, કમિશ્નરે કેસની કમાન સંભાળી

સુરતઃ ડિંડોલીમાં બાળકીઓ સાથેનાં દુષ્કર્મનો મામલો, કમિશ્નરે કેસની કમાન સંભાળી
X

ગત રોજ સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ આ કેસની તપાસ બાદ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની આપી હતી ખાતરી.

સુરતનાં ડિંડોલીમાં પાંચ વર્ષની બે બાળકીઓ પર થયેલા દુષ્કર્મ મામલે પોલીસ કમિશ્નરે ઘટના સ્થળની મુકલાત લીધી હતી. ગત રોજ સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ આ બાબતે પ્રપિક્રિયા આપતાં આ કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની ખાતરી આપી હતી. જે બાદ પોલીસ એક્સનમાં આવતાં આ સમગ્ર પ્રકરણમાં પોલીસ કમિશ્નર જાતે જ તપાસમાં નજર રાખશે.

સુરત ડીંડોલી વિસ્તરમાં પાંચ વર્ષની બે બાળકી સાથે થયું હતું દુષ્કર્મ મામલે સુરત પોલીસ કમિશ્નરે ઘટના સ્થળની મુકલાત કરી હતી. પોલીસ કમિશ્નરે સ્વયં ઘટના સ્થળનું ર્નિરીક્ષણ કરી ઘટના સ્થળની તાપસ બાદ ડિંડોલી પોલીસ મથકની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. બાળકી સાથેના બળાત્કારની તાપસ અંગેનાં રિપોર્ટની કમિશ્નરે તાપસ કરી હતી. મહત્વ પૂર્ણ છે મુખ્ય મંત્રીના વિજય રૂપાણીએ ગઈ કાલે બાળકી દુષ્કર્મ મામલે નિવેદન આપ્યું હતું. રાજય સરકાર આવનારા દિવસોમાં ફાસ્ટકોર્ટમાં કેસ ચલાવી નરાધમોને સજા કરાવશે. તે બાદ પોલીસનાં ઉચ્ચ અધિકારી જોડાયા તપાસમાં સમગ્ર તાપસ પર પોલીસ કમિશ્નરનાં ખુદ રાખશે નજર.

Next Story