New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-251.jpg)
સલાબતપુરા વિસ્તારમાંથી એસ.ઓ.જી.પોલીસે નકલી પી.એસ.આઈ.ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ૮ હજારની મત્તા કબજે કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસ દ્વારા નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે નકલી પીએસઆઈની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું નામ ધનજીભાઈ લહેરી હોવાનું સામે આવ્યું છે. સલાબતપુરા વિસ્તારમાં ખાખી વર્દી પહેરી ફરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી.
આ બાતમી આધારે એસઓજીએ ધનજીભાઈની ધરપકડ કરી છે. અને કેમ પીએસઆઈની વર્દી પહેરીને ફરતો હતો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અને પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે, શું પોલીસના નામે કોઈને દમ મારતો હતો કે કેમ. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી અલગ અલગ આઈકાર્ડ પણ કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories