સુરત : આઇસીઆઇસીઆઇ બેંક સાથે કરોડોની ઠગાઇ, જુઓ કેવી રીતે ચોપડયો ચુનો

0

સુરત  શહેર ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના અલગ અલગ બ્રાન્ચમાં સોનાની વરખ ચઢાવેલા દાગીના રજૂ કરીને તેની ઉપર કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંક સાથે થયેલી ઠગાઇ સંદર્ભમાં  ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે

સુરત શહેરના ઉતરાણ ખાતે રહેતા સંદીપઆંટાલા છેલ્લા 7 વર્ષથી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. બેંકમાં ગોલ્ડ લોન આપવામાં આવે છે ત્રણ લાખ સુધીની લોન હોય તો રોકડમાં અપાઈ છે તેનાથી વધી જાય તો જે તે ગ્રાહકના ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાય છે. દરમિયાન મોટા વરાછાની આઈસીઆઈસીઆઈ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર રૂચકભાઈ સરતાનપરા પાસે પાસોદરા પાસે ઓમ ટાઉનશીપમાં રહેતા જયેશ નટુભાઈ પાનેલીયા આવ્યા હતા તે તપાસ કરતા માત્ર ધાતું જ હતી અને તેની ઉપર સોનાનું વરખ ચઢાવ્યું હતું

જેથી જયેશભાઈને લોન આપવાની સ્પષ્ટ ના પાડી દેવાઇ હતી બીજી તરફ જયેશભાઈ ની સાથે અગાઉ યોગી ચોક  બ્રાન્ચમાં હરેશભાઈ મધુભાઈ દૂધાતા આવ્યા હતા તેવોએ ત્રણ વાર લોન લીધી હતી તપાસ કરતા તે દાગીના પણ ખોટા હોવાનું બહાર આવ્યું હતું બેંકના બ્રાન્ચ મેનેજર સહિત અન્ય કર્મચારીઓ કે જે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં છે તેઓએ તપાસ કરતા બેંકમાં કુલ 11,969 ગ્રામના દાગીના ઉપર 2.55 કરોડની લોન આપવામાં આવી હતી જે અંગે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કૌભાંડ આચરનાર ઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here