Connect Gujarat
Featured

સુરત: જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અનોખી ગૌ ભક્તિ, જુઓ એવું તો શું કર્યું કે થઈ રહી છે પ્રશંસા

સુરત: જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અનોખી ગૌ ભક્તિ, જુઓ એવું તો શું કર્યું કે થઈ રહી છે પ્રશંસા
X

સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અનોખી ગૌ સેવા સામે આવી છે તેઓએ પોતાના મકાનમાં આધુનિક ગૌ શાળા બનાવી છે જેમાં તેઓ 7 ગાયની આધુનિક પધ્ધતિથી સેવા ચાકરી કરે છે.

કાયદો અને વ્યવસ્થાની પડકારજનક જવાબદારી નિભાવવાની હોય ત્યારે અંગત નિસબત, પસંદ-નાપસંદમાં બાંધછોડ કરવી પડતી હોય છે. પણ સુરતના જિલ્લા પોલીસ વડાં ઉષા રાડાએ ફરજની સાથે ગૌમાતા પ્રત્યેનો અનોખો નાતો સતત જાળવી રાખ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતાં આઇપીએસ અધિકારી ઉષા રાડાએ ઘરની પાછળ ગૌશાળા બનાવી છે.

ગૌશાળાની 7 ગાયો તેમના પરિવારના સભ્યો સમાન છે. ગાયોને રોજ 47 પ્રકારની જડીબુટ્ટીથી મિશ્રિત દાણ આપવામાં આવે છે.ગૌશાળામાં ગાયોના નામથી લઈ તેનો જન્મ તારીખ, માતાનું નામ ઉપરાંત કયા સમયે સુરતમાં આવી તેની વિગતો લખેલી નેમપ્લેટ છે. ગાયોને નામથી બોલાવે એટલે તરત નજીક આવી વહાલ કરવા લાગી જતી હોય છે. ગાયોને ક્રિશ્ના, ખુશી, જાનકી, સરસ્વતી જેવા સુંદર નામ અપાયા છે. સાથે જ યશ અને પૂનમ નામે વાછરડાં પણ છે.

ગાયો માટે ગૌશાળામાં 10 પંખા, 8 ટયુબલાઇટ, મચ્છર દૂર રાખવા માટે મૉસ્કીટો લાઇટ્સની વ્યવસ્થા છે. સાથે જ સંગીત સાંભળવા માટે સ્પીકર સહિતની સુવિધા પણ આપવામાં આવી છે.મહિલા પોલીસ અધિકારીએ ઘરની સામે જ બે ગાયોની સમાધી પણ બનાવી છે. જેમાં એક ગાયનું નામ ગંગા અને બીજીનું યશોદા છે. બન્ને ગાયોની સમાધિ પર દરરોજ ફૂલ ચઢાવવામાં આવે છે. આ અંગે સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યુ હતું કે દરેક ઘરોમાં ગાય હોવી જોઇએ, ગાય આવ્યા પછી શાંતિ અને સ્થિરતા લાગે છે.

Next Story