Connect Gujarat
Featured

સુરત: નશાની હાલતમાં પત્ની સાથે ઝઘડો કર્યો,પત્ની અને ભાઈએ પતિને ટેમ્પા સાથે બાંધ્યો,પછી શું થયું જુઓ, CCTV

સુરત: નશાની હાલતમાં પત્ની સાથે ઝઘડો કર્યો,પત્ની અને ભાઈએ પતિને ટેમ્પા સાથે બાંધ્યો,પછી શું થયું જુઓ, CCTV
X

સુરતના કડોદરામાં હાઇ વોલેટેજ ડ્રામા જોવા મળ્યો હતો. નશાની હાલતમાં ઝઘડો કરતાં પતિને પત્નીએ તેના ભાઈ સાથે મળી ટેમ્પો પાછળ બાંધી 2 હજાર ફૂટ સુધી ઘસડ્યો હતો. આ ચકચારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રાઠોડ મિલમાં કામ કરે છે. બાલકૃષ્ણ પત્ની શીતલ સાથે દારૂ પી અવરનવર ઝગડો કરતો હતો. શુક્રવારે બપોરે બાલકૃષ્ણએ શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતાં શીતલે દુર્ગાનગરમાં રહેતા તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો.

અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો. અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો, એટલેથી અટકવાને બદલે બાલકૃષ્ણને ટેમ્પા પાછળ દોરડા વડે બાંધી 2000 ફૂટ સુધી રોડ ઉપર ઘસડી જતાં અરેરાટી ફેલાઇ હતી. ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ કડોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Next Story