Connect Gujarat
Featured

સુરત : કોસંબામાં છેલ્લા 8 વર્ષથી રહેતો હતો કથિત નકસલી, જુઓ કેવી રીતે ઝડપાયો

સુરત : કોસંબામાં છેલ્લા 8 વર્ષથી રહેતો હતો કથિત નકસલી, જુઓ કેવી રીતે ઝડપાયો
X

સુરતના કોસંબા ખાતેથી કોસંબા અને ઝારખંડ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી એક કથિત નકસલીને ઝડપી પાડયો છે. છેલ્લા ૮ વર્ષ થી નક્સલી નકલી આધાર કાર્ડ બનાવી પરિવાર સાથે ગુજરાતમાં રેહતો હતો. આરોપી વિરૂધ્ધ ઝારખંડમાં આર્મ્સ એક્ટ તેમજ હત્યા અને મારામારીના ૬ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

કોસંબાના ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કુસુમગર કોર્પોરેટ્સ નામની કંપની માંથી કોસંબા પોલીસ અને ઝારખંડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ગુડ્ડુસિંહ અનિરુધસિંહ નામના કથિત નક્સલી ને ઝડપી પાડ્યો છે. તે પરિમલ પ્રતાપ નારાયણ નામના નકલી આધાર કાર્ડ બનાવી ગુજરાતમાં છેલ્લા ૮ વર્ષ થી પરિવાર સાથે રેહતો હતો. અગાઉ તે કંપનીના વાપી પ્લાન્ટમાં કામ કરતો હતો પણ છેલ્લા ત્રણ વર્ષથી કોસંબાના પ્લાન્ટમાં નોકરી કરી રહયો હતો. આરોપી વિરુધ વાપી અને કોસંબામાં કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ નોંધાઇ નથી.

જો કે આ નક્સલી જે કંપની માંથી ઝડપાયો છે એ કુસુમગર કોર્પોરેટ્સ નામની કંપની દેશની સુરક્ષા માટે સંસોધન કરતી સંસ્થા ડી. આર. ડી.ઓ. માટે મટીરીયલ બનાવે છે. જેમાં અલ્ટ્રા લાઈટવેટ બુલેટપ્રૂફ જેકેટ ,સેન્ય દ્વારા ઉપયોગ માં લેવાતા પેરાશુટ તેમજ સૈનિકોના હેલ્મેટમાં વાપરવામાં આવતા કેવ્લારનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્થાનિકો પાસે થી પ્રાપ્ત માહિતી જો સાચી હોઈ તો કંપનીની ખુબ મોટી ક્ષતિ સામે આવી છે. સુરક્ષા સાધનો બનાવતી કંપનીમાં કથિત નકસલી નોકરીએ કેવી રીતે લાગ્યો તે પણ એક સવાલ છે.

Next Story