Connect Gujarat
ગુજરાત

સુરત : રેંજ આઈજીની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર, કામરેજના લોકોએ કરી સમસ્યા અંગે રજૂઆત

સુરત : રેંજ આઈજીની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર, કામરેજના લોકોએ કરી સમસ્યા અંગે રજૂઆત
X

સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમા મંગળ હોલમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કામરેજ તાલુકાના વિવિધ ગામના લોકોએ પોતાની સમસ્યા લોક દરબારમાં રજૂ કરી હતી. જેમાં કામરેજ ખાતે ગુન્હામાં પકડાયેલ વાહનોને પાર્કિગ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, તે જગ્યા પણ વાહનોના જથ્થાથી ભરાઈ ગઈ છે. જેથી જલ્દીથી આ વાહનોની હરાજી થાય તે બાબતે રેન્જ આઈ.જી.ને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત લાલચુડા કડવા પાટીદાર મંડળના પ્રમુખે ટ્રાફિકની સમસ્યા અંગે રજુઆત કરી હતી. ઓલપાડ તાલુકામાં વધતી જતી ચોરીના પ્રશ્ને દેલાડના સરપંચે રજૂઆત કરી હતી. તો અનેક ગ્રામજનોએ લોક દરબારમાં પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

કામરેજ ખાતે યોજાયેલા લોક દરબાર કાર્યક્રમ દરમ્યાન એસ.પી., ડી.વાય.એસ.પી. થતા જિલ્લા પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઇ. તેમજ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story