Connect Gujarat
Featured

સુરત : મચ્છરજન્ય રોગના નિયંત્રણ માટે મનપાની કાર્યવાહી, જુઓ શાળાઓમાં તપાસ હાથ ધર્યા બાદ શું કર્યું..!

સુરત : મચ્છરજન્ય રોગના નિયંત્રણ માટે મનપાની કાર્યવાહી, જુઓ શાળાઓમાં તપાસ હાથ ધર્યા બાદ શું કર્યું..!
X

સુરત શહેરમાં મનપા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ ડામવા હોસ્પિટલની તપાસ બાદ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરની 603 શાળામાં તપાસ કરાતા 41 શાળાને દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરત મનપા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે 105 જેટલી ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્વારા 603 શાળમાં તપાસ કરતા 47 બ્રિડિંગનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 46 શાળાને નોટિસ અને 41 શાળાને દંડ કરી રૂપિયા 56.000 વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના સાઉથ વેસ્ટ ઝોનમાંથી હિલ્સ નર્સરી સ્કૂલ, વી.આઈપી રોડ, ભરથાણા ગામ, કેવલનગરની ટાગોર પબ્લિક સ્કૂલ, લૂટુઝ કોન્વેન્ટ સ્કૂલ, ડીંડોલી ખાતે આવેલ સનરાઈઝ વિદ્યાલય સાઉથ ઝોન વિસ્તારમાં આવેલ રામનગર જીવન વિકાસ, રણછોડનગરની ઉધના એકેડેમી સ્કૂલ, ઉધના લક્ષ્મીનગર ગુરુકૃપા સ્કૂલ, પોસ્ટલ સોસાયટીની સમિતિ સ્કૂલ, ઈસ્ટ-એ ઝોનમાં સંતોષીનગરની દિવાળી બા વિધાયલ, નવનિધિ વિદ્યાલય, ધારૂવાળા કોલેજ, નિર્માણ માધ્યમિક શાળા, કાપોદ્રા લિટલ ફ્લાવર સ્કૂલ, ઈસ્ટ બી ઝોનમાંથી સિવિલાઈઝ મોર્ડન સ્કૂલ, તપોવન સ્કૂલ અને વેસ્ટ ઝોનમાંથી ડી.આર.રાણા સ્કૂલ અને શાંતિનિકેતન સ્કૂલનો સમાવેશ થાય છે.

Next Story