Connect Gujarat
Featured

સુરત : નવી સિવિલ હોસ્પિટલના 300 ઇન્ટર્ન તબીબો ઉતર્યા હડતાળ પર, જુઓ પછી હોસ્પિટલના તંત્રએ શું કર્યું..!

સુરત : નવી સિવિલ હોસ્પિટલના 300 ઇન્ટર્ન તબીબો ઉતર્યા હડતાળ પર, જુઓ પછી હોસ્પિટલના તંત્રએ શું કર્યું..!
X

ગુજરાતભરમાં સ્ટાઈપન્ડ વધારવાની માંગને લઈ ઇન્ટર્ન તબીબો એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ 300 જેટલા તબીબોએ વિરોધ સાથે હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે.

રાજ્ય સરકારને સ્ટાઈપન્ડ વધારા અંગે ઇન્ટર્ન તબીબો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જોકે સરકાર રજૂઆત નહીં સાંભળતા સોમવારના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે. હડતાળને લઇને હોસ્પિટલના કામકાજ પર અસર ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ ફરજ બજાવતા ડોક્ટરોના ફરજ સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

જોકે હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબ જયરાજ ચોરીયાએ જણાવ્યુ હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજના 2000 કરતા વધુ ઇન્ટર્ન ડોક્ટર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અમારી મુખ્ય માંગ એ છે કે, જ્યારથી કોવિડ મહામારીની દેશમાં શરૂઆત થઈ છે ત્યારથી અમારા ઇન્ટર્ન તબીબો કોરોના વોર્ડ અને અને હોસ્પિટલમાં રાત-દિવસ કામ કરી રહ્યા છે. અન્ય રાજ્યમાં કામ કરતા ઇન્ટર્ન તબીઓને આપવામાં આવતા સ્ટાઈપન્ડની સરખામણીમાં ગુજરાતમાં ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ધારીતિ પરમારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાઈપન્ડ વધારવાની માંગને લઈને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે, જ્યારે દર્દીઓને તકલીફ ન પડે તે માટે હાલ ફરજ પર હાજર તબીબોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડન્ટ પણ ગાંધીનગર ખાતે વિસ્તૃત ચર્ચા કરવા માટે ગયા છે.

Next Story