Connect Gujarat
ગુજરાત

સુરત : ઉન વિસ્તારમાં લાઇટ બિલ મુદ્દે મહિલાઓમાં આક્રોશ, GEB બહાર કર્યો હલ્લાબોલ

સુરત : ઉન વિસ્તારમાં લાઇટ બિલ મુદ્દે મહિલાઓમાં આક્રોશ, GEB બહાર કર્યો હલ્લાબોલ
X

લોકડાઉન બાદ લાઇટ બિલ ભરવાની મુદ્દત આવતા સુરતની ઉન વિસ્તારની મહિલાઓએ કર્યો હલ્લાબોલ, રસ્તાઓ ચક્કાજામ કરી કર્યું વિરોધ પ્રદર્શન.

સુરત શહેરના ઉન વિસ્તારની મહિલાઓ લાઇટ બિલ ભરવાના મુદ્દે વીફરી છે. લોકડાઉનમાં સરકારના આદેશ અનુસાર બિલ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે ધીરે ધીરે જનજીવન સામાન્ય થતાં વિજકંપનીઓ દ્વારા બીલની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

સુરતના ઉન વિસ્તારમાં મહિલાઓ રસ્તાઓ ઉપર ઉતરી આવી હતી અને જી.ઇ.બી કચેરીનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે રોડ ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાઓને સમજાવી મામલો થાળે પડ્યો હતો.

Next Story