સુરત : જી.ડી. ગોએન્કા શાળા વધુ ફી વસૂલતી હોવાનો આક્ષેપ, બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરાવી વાલીઓ પહોચ્યા કલેક્ટર કચેરી

સુરતમાં શાળા સંચાલકોની મનમાની ફરી એકવાર સામે આવી છે. નિર્ધારિત ફી હોવા છતાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સ્કૂલ યુનિફોર્મમાં પોતાના બાળકોને લઈ વાલીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સુરત શહેરમાં શાળા સંચાલકોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે. શાળામાં લેવાતી ફીને લઈ અવારનવાર વાલીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે શહેરની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં પોતાના બાળકોને સ્કૂલ યુનિફોર્મમાં લઇને વાલીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા.
સુરતની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ હોવા છતાં શાળા દ્વારા વધુ ફી સ્કૂલ વસૂલ કરવામાં આવી રહી છે. ઉપરાંત એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. જો ફી નહીં ભરવામાં આવશે તો વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે તેવું શાળા સંચાલકો દ્વારા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં શાળાના વાલીઓમાં ઘણો રોષ ફાટી નીકળ્યો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
સુરત : પીપોદરા જી.આઇ.ડી.સીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી, 10 કીમી સુધી...
25 May 2022 6:18 AM GMTરાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી
25 May 2022 6:14 AM GMTવડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા...
25 May 2022 5:53 AM GMT25 મે નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
25 May 2022 2:46 AM GMTજુનાગઢ : સિંહોના સંવર્ધન અને માલધારીઓના પડતર પ્રશ્ને કેન્દ્રિય મંત્રી...
24 May 2022 4:59 PM GMT