Connect Gujarat
ગુજરાત

સુરત : તેજસ એક્સ્પ્રેસની “લીલી ઝંડી” સામે રેલ્વે યુનિયને કર્યો “લાલ ઝંડા” સાથે વિરોધ, 18 લોકોની અટકાયત

સુરત : તેજસ એક્સ્પ્રેસની “લીલી ઝંડી” સામે રેલ્વે યુનિયને કર્યો “લાલ ઝંડા” સાથે વિરોધ, 18 લોકોની અટકાયત
X

ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ એક્સ્પ્રેસને અમદાવાદથી લીલી ઝંડી આપવામાં આવી હતી, ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર રેલ્વેના થઈ રહેલા ખાનગીકરણ સામે

મજદૂર સંઘ અને રેલ્વે સંઘર્ષ

સમિતી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન અગાઉ જ પોલીસ દ્વારા 18 જેટલા

પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

રેલ્વેના ખાનગીકરણ અને તેજસ એક્સપ્રેસ ટ્રેનને લઈને ગુજરાતના મહાનગરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કર્મચારી યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન

કરવામાં આવ્યું હતું. જે બાદ સુરતમાં પણ રેલ્વેના ખાનગીકરણને લઈને રેલ્વે યુનિયનો

દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઈન્ટુક અને રેલ્વે સંઘર્ષ સમિતિ દ્વારા તેજસ એક્સપ્રેસનો વિરોધ

કરવામાં આવી રહ્યો હતો. રેલ્વે યુનિયનના સભ્યોએ હાથમાં લાલ

ઝંડા સાથે તેજસ ટ્રેનનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા રેલ્વે મજદૂર સંઘના સેક્રેટરી સહિત 18 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Next Story