Connect Gujarat
ગુજરાત

સુરત: મનોરંજન મેળામાં મોટી હોનારત અટકી, ચકડોળમાં ફસાયેલ 56 લોકોનું કરાયું રેસક્યું

સુરત: મનોરંજન મેળામાં મોટી હોનારત અટકી, ચકડોળમાં ફસાયેલ 56 લોકોનું કરાયું રેસક્યું
X

સુરતના હજીરા ખાતે આવેલ મોરાગામમાં યોજાયેલ મેળામાં ચકડોળની એક્સેલ જામ થતા ચકડોળ ખોટકાઈ ગઈ હતી અને 56 જેટલા સહેલાણીઓ ફસાય ગયા હતા ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટિમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સુરતના હજીરા ખાતે આવેલ મોરાગામમાં યોજાયેલ મનોરંજન મેળામાં સહેલાણીઓ ચકડોળની મજા માણી રહિયા હતા તે દરમિયાન અચાનક ચકડોળની બેરિંગ તૂટી જતાં ચકડોળ ખોટકાઈ હતી અને 56 જેટલા સહેલાણીઓ ચકડોળમાં ફસાયા હતા. ચકડોળ અટકતા તેમાં બેસેલા સહેલાણીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી ચકડોળના સંચાલકોના ચકડોળ ફરી શરૂ કરવા પ્રયાસ નિષ્ફળ જતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે રેસક્યું કરી ચકડોળમાં બેસેલા 56 જેટલા લોકોને સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા.

સહેલાણીઓ નીચે ઉતરતા જ પોતાની જાન બચતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

Next Story