Connect Gujarat
Featured

સુરત: રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સુરત: રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
X

સુરત સચીન જીઆઇડીસી પાલી ખાતે મિત્રએ જ મિત્રને મકાનના બીજા માળ પરથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી હત્યા કરી છે. પૈસાની લેતીદેતીમાં ઉત્તમેં તેના મિત્ર ગુલ્લુને મકાનના બીજા માળ પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

સુરત શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ પાલી ખાતે ભાડાના મકાનમાં રહેતો મૂળ ઓડિસ્સાનો વતની 36 વર્ષીય ગુલ્લુ ગાંડું ગોડાને તેનાજ મિત્ર ઉત્તમએ મકાનના બીજા માળ પરથી ધક્કો મારી હત્યા કરી નાખી છે. આરોપી ઉત્તમ અને ગુલ્લુ એક મકાનની ચાલમાં રહેતા હતા બંને મિત્રો હતા આરોપી ઉત્તમ ગુલ્લુ પાસેથી પૈસા માંગતો હતો ગુલ્લુએ પૈસા આપવાની ના પાડી હતી ઉત્તમે ગુલ્લુને મકાન પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. બંને વચ્ચે પૈસાને લઈ બોલ ચાલ થતા ઉત્તમે ગુલ્લુને મકાનના બીજા માળ પરથી નીચે ફેંકી દેતા ગુલ્લુને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું છે.

ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપી ભાગી રહેલા ઉત્તમને લોકોએ પકડી લીધો હતો. બીજી બાજુ ઘટનાની જાણ સચિન જીઆઇડીસી પોલીસ કરાતા પોલીસ સ્થળે દોડી આવી હતી અને લોકોએ આરોપી ઉત્તમને પોલીસના હવાલે કર્યો હતો. હાલ સચિન જીઆઇડી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુલ્લુના પરિવાર લોકો ઓડિસ્સા ખાતે આવેલ ગંજામમાં રહે છે અને ગુલ્લું સુરત ખાતે લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. બનાવને લઈ પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

Next Story