Connect Gujarat
Featured

સુરત : સરગમપુરામાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, સ્થાનિકોની હિમંતને આપવી પડે દાદ

સુરત : સરગમપુરામાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, સ્થાનિકોની હિમંતને આપવી પડે દાદ
X

સુરત કે જયાં સરગમપુરા વિસ્તારમાં સાંકડી ગલીમાં આવેલાં એપાર્ટમેન્ટના ચોથા માળે આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં એપાર્ટમેન્ટના અન્ય રહીશોએ દોડી આવી ફલેટમાં ફસાયેલાં લોકોનું દીલધડક રેસ્કયુ કર્યું હતું.

સુરતના સરગમપુરા વિસ્તારમાં અનેક સાંકડી ગલીઓ આવેલી છે જયાં એમ્બયુલન્સ કે લાયબંબા પણ જઇ શકતાં નથી. અત્યંત ગીચ ગણાતાં સરગમપુરામાં આવેલાં એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલાં એક ફલેટમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ફલેટમાંથી ધુમાડા નીકળતાં જોઇ સ્થાનિકો એકત્ર થઇ ગયાં હતાં અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરો આવે તે પહેલાં સ્થાનિકોએ રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફલેટમાં ફસાયેલાં લોકોને બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે લાયબંબા સાથે આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Next Story