Connect Gujarat
Featured

સુરત : રાત્રિ કરફ્યુ દરમ્યાન પોલીસ કમિશનરે હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકીંગ, પોઈન્ટ પર હાજર પોલીસકર્મીઓના ખબર અંતર પૂછ્યા

સુરત : રાત્રિ કરફ્યુ દરમ્યાન પોલીસ કમિશનરે હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકીંગ, પોઈન્ટ પર હાજર પોલીસકર્મીઓના ખબર અંતર પૂછ્યા
X

કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે રાજ્યભરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં રાત્રિ કરફ્યુની સ્થિતિનો તાગ મેળવવા ખુદ પોલીસ કમિશનર મેદાને આવ્યા હતા. પોલીસ કમિશનર અજય તોમરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પોઈન્ટ પર હાજર પોલીસકર્મીઓના ખબર અંતર પૂછ્યા હતા.

સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે, ત્યારે હવે કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ નથી લેતા. હાલ સુરત જીલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે રાત્રિ કરફ્યુ અમલમાં છે. જોકે કરફ્યુ સમયે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરરોજ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગત રાત્રિના સમયે ખુદ પોલીસ કમિશનર અજય તોમરે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ કમિશનરે 3 કિમી સુધી ચાલી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો સાથે જ પોઇન્ટ પર હાજર પોલીસકર્મીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. જોકે પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા મધરાત્રે બહાર ફરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story