Connect Gujarat
Featured

સુરત : કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડયો અને દવાખાને ખસેડાય, જુઓ પછી શું થયું

સુરત : કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડયો અને દવાખાને ખસેડાય, જુઓ પછી શું થયું
X

સુરતના કતારગામ વિસ્તારમાં ધોરણ -10માં અભ્યાસ કરતી કિશોરીની પ્રેમજાળમાં ફસાવી તેને ગર્ભવતી બનાવી દેનારા પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. પોલીસે કિશોરીના પરિવારની ફરિયાદના આધારે આરોપી યુવાનની ઘરપકડ કરી છે.

કતારગામ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને 22 વર્ષના યુવાને સોશિયલ મિડીયા થકી સંપર્ક કર્યો હતો. અને તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. એક દિવસ તે કિશોરીને બાઇક પર બેસાડી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો ત્યાં તેની સાથે પ્રેમની મીઠી મીઠી વાતોમાં ભોળાવી તેની સાથે તેણે તેની મરજી વિરૂદ્ધ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થીની એ કોઈ ને પણ જાણ ન કરી હતી. પણ ભાંડો ત્યારે ફુટયો જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોએ કિશોરીને બે માસનો ગર્ભ હોવાનું જણાવતા઼ પરિવારના પગ નીચેથી ધરતી સરી ગઇ હતી. યુવતીની પુછપરછ કરવામાં આવતાં તેને એક યુવાન સાથે શારીરીક સંબંધ હોવાની વાત કબુલી હતી. બનાવ સંદર્ભમાં પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story