Connect Gujarat
Featured

સુરત : ટોંઇગ ક્રેઇન કૌભાંડમાં આરટીઆઇ એકટીવીસ્ટની 5 કલાક સુધી પુછપરછ

સુરત : ટોંઇગ ક્રેઇન કૌભાંડમાં આરટીઆઇ એકટીવીસ્ટની 5 કલાક સુધી પુછપરછ
X

લોક ડાઉન દરમ્યાન બંધ રહેલી ટોઇંગ ક્રેન એજન્સીને લાખો રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સુરત આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે. કથિત કૌભાંડમાં સુરતના એડીશનલ સીપીએ આરટીઆઇ કરનારા એકટીવીસ્ટની પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી.

દેશમાં આરટીઆઇનો કાયદો અમલમાં આવ્યાં બાદ અનેક કૌભાંડો બહાર આવી રહયાં છે. સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ટોઇંગ કરતી એજન્સીને લોક ડાઉનના ચાર થી પાંચ માસ દરમ્યાન નું 92 લાખ જેટલું ભાડું શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ કર્યા હતાં. તેમના આક્ષેપ હતા કે,લોક ડાઉન દરમ્યાન બંધ રહેલી ક્રેન નું ખોટી રીતે ભાડું ચુકવવામાં આવ્યું હતું. ક્રેનનું એક દિવસનું ભાડું 3500 રૂપિયા જેટલુ થાય છે. જો કે માત્ર પાંચ માસ દરમ્યાન લાખો રૂપિયા નું પેમેન્ટ ગેરીરીતિ કરી ટોઇંગ એજન્સી ને કરી દેવામાં આવ્યું છે. આ કેસની તપાસ સુરતના એડીશનલ સીપી શરદ સિંઘલ કરી રહયાં છે. તેમણે આરટીઆઇ એકટીવીસ્ટની પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી.

વીઓ 2 :આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલ આવેલ આક્ષેપો ને લઈ કેસની ઇન્કવાયરી જાતે સુરત પોલીસના એડિશનલ સીપી શરદ સિંઘલ કરી રહ્યા છે.આ અંગે શરદ સિંઘલ જોડે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે,આ એક ઇંન્ટરનલ ઇન્કવાયરી છે જેમાં હાલ મીડિયા બ્રિફ કરી શકાય નહીં.જો કે એડિશનલ સીપી દ્વારા આ આરોપો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આરટીઆઇ આરટીઆઇ એક્ટિવિસ્ટ ના આરોપો કેટલાક તથ્ય છે તે ઊંડાણપૂર્વક ની તપાસ બાદ જ બહાર આવશે….

Next Story