Connect Gujarat
Featured

સુરત : વેલેન્ટાઈન-ડેની અનોખી રીતે કરાશે ઉજવણી, જુઓ વિદ્યાર્થીઓએ લોકોને કેવી કરી અપીલ..!

સુરત : વેલેન્ટાઈન-ડેની અનોખી રીતે કરાશે ઉજવણી, જુઓ વિદ્યાર્થીઓએ લોકોને કેવી કરી અપીલ..!
X

સુરત શહેરમાં ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ આ વર્ષે અનોખી રીતે વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જેમાં પર્યાવરણ અને પ્રકૃતિને પ્રેમ કરી ઉજવણી કરવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં આઇડીટી ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ ડુમ્મસ પોઈન્ટ ખાતે વેસ્ટેજ પ્લાસ્ટિકના મટિરિયલથી બનાવેલા કપડાં પહેરીને લોકોને પ્લાસ્ટિક મુક્ત સુરત બનાવવા માટે અપીલ કરી હતી. શહેરમાં સ્વચ્છતા રાખવી, ગંદકી અટકાવવાના પ્રયાસ સાથે આઈડીટી વિદ્યાર્થીઓએ બિન-બાયોડિગ્રેડેબલ કચરાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવેલા કપડાં પહેરીને આ વેલેન્ટાઇન-ડે પર પર્યાવરણ સાથે પ્રેમ કરવા માટે લોકોને અપીલ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ લોકો સુધી પહોંચી પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકશાન વિશે માહિતી આપી હતી. સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવી સ્વચ્છ રાખી નાગરિકોને સામાજિક જવાબદારીઓ સ્વીકારવા માટે ખાસ વિનંતી પણ કરવામાં આવી હતી.

Next Story