/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-160.jpg)
અરબી સમુદ્રમાં બનેલા લો - પ્રેસરના કારણે વેરાવલથી "વાયુ" નામનું વાવઝોડું સક્રિય થયું છે. જે "વાયુ" વાવાઝોડાના કારણે ૭૦ થી ૮૦ કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે સુરતનું વહીવટી તંત્ર આ "વાયુ" વાવાઝોડાની આગાહી વચ્ચે સજ્જ જોવા મળી રહ્યું છે.
અરબી સમુદ્રમાં બનેલા લો - પ્રેસર " સાયકલોન પણ પરિવર્તિત થયું છે. જે આગામી ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અસર પોહચાડી શકે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરી છે. આશરે ૭૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે "વાયુ" વાવાઝોડું ફૂંકાવાની શકયતા છે, જેને લઇ સુરતનું વહીવટી તંત્ર પણ સજ્જ થયું છે. ખાસ ડુમસના દરિયા કિનારાના માછીમારોને દરિયો ના ખેડવા આહવાન કરાયું છે. આ અંગે સુરત જિલ્લા કલેકટર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ હાથવગી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે."વાયુ" વાવાઝોડાની અસર સુરત પર નહીં જોવા મળે. દરિયા કિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
અફવાઓ નહીં ફેલાવા અને પ્રશાસનની માહિતી પર વિશ્વાસ રાખવો તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા લોકોને કરવામાં આવી છે.