Connect Gujarat
Featured

સુરત : વેસુ વિસ્તારમાં મુસાફરો ભરેલી સિટીલિંક બસમાં લાગી અચાનક આગ, જુઓ પછી બસ ચાલકે શું કર્યું..!

સુરત : વેસુ વિસ્તારમાં મુસાફરો ભરેલી  સિટીલિંક બસમાં લાગી અચાનક આગ, જુઓ પછી બસ ચાલકે શું કર્યું..!
X

સુરત શહેરના ભગવાન મહાવીર કોલેજ રોડ પર સિટીલિંકની મુસાફર ભરેલી બસમાં અચાનક આગ લાગી હતી, ત્યારે બસમાં સવાર મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. જોકે બસ ચાલકની સુઝબુઝના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ રોડ પર અંદાજે 10 જેટલા મુસાફરો ભરેલી સિટીલિંકની બસમાં અચાનક જ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે બસમાં સવાર મુસાફરોની જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે બસ ચાલકની સમયસૂચકતા અને સુઝબુઝના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જેમાં બસ ચાલકે બસમાંથી ધુમાડો નીકળતા જોતા તેણે બસને તરત જ બાજુમાં ઉભી રાખી મુસાફરોને બસની બહાર ઉતારી દીધા હતા.

જોકે બસમાં આગ લાગતાં જ મુસાફરો બહાર ઉતારી જતાં મોટી જાનહાની ટળી હતી. બનાવની જાણ વેસુ ફાયર વિભાગને થતાં ગણતરીની મિનિટોમાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ બસમાં લાગેલી આગ મોટી હોવાના કારણે બસ સ્થળ પર જ બળીને ખાખ થઈ ગઈ હતી.

Next Story