Connect Gujarat
ગુજરાત

સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ
X

સુરતના

વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે

ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

વરાછા વિસ્તારમાંથી

ગત 8મી

જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ

કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી

દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે. પરંતુ અન્ય કોઈ

કાર્યવાહી કરાઈ નથી. તમામના નિવેદનો જ લેવામાં આવે છે. આરોપી અમારી દીકરીને લઈને

તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આશંકા દર્શાવી હોય ત્યાં પણ તપાસ કરી

નિવેદનો લેવાય છે. રાજકીય દબાણ હેઠળ પોલીસ તપાસમાં ઢીલાશ દાખવી રહી છે. પોલીસની

નિષ્ફળ કામગીરીના વિરોધમાં ખરક સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

બીજી તરફ એસીપી સી.કે.પટેલએ જણાવ્યું હતું કે,પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.

કિશોરીને ભગાડી જનારા યુવાનના મૂળ વતન ગીર સોમનાથ સુધી પોલીસ બે વાર શોધખોળ કરી

આવી છે અને બે ટીમો કેસની તપાસમાં લગાડવામાં આવી છે.

Next Story