Connect Gujarat
Featured

સુરત: મહિલા દિવસ વિશેષ,જુઓ સુરતી મહિલાઓ નવજાત બાળકો માટે શું કરે છે દાન !

સુરત: મહિલા દિવસ વિશેષ,જુઓ સુરતી મહિલાઓ નવજાત બાળકો માટે શું કરે છે દાન !
X

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચના રોજ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં મહિલાઓની પ્રશંસા અને તેમના સમ્માન માટે કાર્યક્રમ પણ કરવામાં આવે છે. સુરત સિવિલ હોસ્પિટલ મિલ્ક બેંકમાં ઘણી બધી માતાઓ આવે છે જે પોતાના બાળક માટે તો ખરું જ પણ અન્ય બાળકો પણ માતાના દૂધથી વંચિત ન રહી જાય તે માટે ધાવણ દાન કરી રહ્યા છે.

નવજાત બાળકો માટે માતાનું દુધ ખુબ જ મહત્વનું હોય છે જે બાળકોને કોઈ કારણોસર માતાનું દૂધ નથી મળી શકતું એવા બાળકો માટે સુરત સિવિલ હોસ્પિટલમાં અનોખી મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી સુરત સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં કાર્યરત એવી મધર મિલ્ક બેંકને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

2019 માં સુરત સિવિલ હોસ્પિટલમાં મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવી હતી.આ મિલ્ક બેંક શરૂ કરાઇ ત્યારથી જ તેને અભુતપુર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.આ મિલ્કબેંક થકી જરૂરિયાતમંદ બાળકોને માતાનું દુધ મળી રહે છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી માતાનું દુધ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ ક્યારેક સંજોગો એવા ઉભા થાય કે કોઇક કારણોસર બાળકને માતાનું દુધ મળી શકતું નથી.જેમાં બાળક અધુરા માસે જન્મે ત્યારે, માતાની તબિયત લથડે ત્યારે,જે માતાને ધાવણ ન આવતું હોય ત્યારે, અથવા જેની સારસંભાળ રાખવાવાળું કોઇ ન હોય ત્યારે આવા સંજોગોમાં બાળકોને આવી હ્યુમન મિલ્ક બેંક આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે. અત્યારસુધી સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી મિલ્કબેંકમાં ડૉ પન્નાબેન હેમંત બલસારાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં 3000 કરતા વધુ માતાઓએ ધાવણદાન કર્યું છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્કબેંકમાં પધ્ધતિસર રીતે માતાઓએ ધાવણથી દાન કરેલાં દુધને સ્ટોર કરવામાં આવે છે.જે 3 મહિના સુધી ચાલી શકે છે.

સિવિલ હોસ્પિટલમાં કાર્યરત મિલ્ક બેંકમાં ઘણી બધી માતાઓ આવે છે જે પોતાના બાળક માટે તો ખરું જ પણ અન્ય બાળકો પણ ધાવણનું દૂધ દાન કરે છે.

Next Story