New Update
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ કેસમાં ફરાર PSIની અંતે એક વર્ષ બાદ સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ACBએ અગાઉ આ કેસમાં PSIના બે વચેટીયાઓને દબોચી લીધા હતા.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં PSI ડી કે ચોસલા પાસે વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં એક જાણવાજોગ તપાસની અરજી આવી હતી.જે અરજીના તપાસ માટે ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની લાંચની માંગણી PSI દ્વારા કરવામાં આવી હતી.ફરિયાદી દ્વારા આ અંગે સુરત ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ACB દ્વારા ફરિયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું,અને ઉત્રાણ પોલીસ મથક હદ વિસ્તારમાં લાંચ લેવા માટે આવેલા PSIના બે વચેટીયાઓને ACBએ ઝડપી લીધા હતા. જેમાં પિયુષ રોય અને નિલેશ કસોટીયાની ધરપકડ થતાની સાથે PSI ડી. કે.ચોસલા ફરાર થઈ ગયો હતો.આ ઘટનામાં છેલ્લા એક વર્ષથી ફરાર PSI ડી.કે.ચોસલા ફરાર હતો,આખરે ACB દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.PSI ડી. કે ચોસલા ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો અને રૂપિયા 54 હજારનો પગારદાર છે.અને ACB દ્વારા ડી કે ચોસલાની બેનામી મિલકત સંબંધિત પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories