સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી,પોલીસે અસામાજિક તત્વોને ઘરનું તાળું તોડી બહાર કાઢ્યા
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતના કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ધરપકડ કરી હતી.
ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કતલ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર કરવામાં આવે છે. ગૌ રક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે., ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. કઠોર ગામ ખાતે આવેલ તાળી વાળમાં ગૌવંશનું માસ કટીંગ થતું હતું, ત્યારે બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા.
પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા હતા. જેમાં અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં આ ઇસમોને રાખીને કામ કરાવતો હતો.