Connect Gujarat
સુરત 

સુરત: DGVCL વિદ્યુત સહાયકની ઓનલાઈન પરીક્ષામાં ચોરી કરનારા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: DGVCL વિદ્યુત સહાયકની ઓનલાઈન પરીક્ષામાં ચોરી કરનારા વિરુદ્ધ ગુનો દાખલ
X

સુરતના મહુવા ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ દ્વારા વિદ્યુત સહાયકની ઓનલાઈન પરીક્ષા લેવાય હતી, જે પરીક્ષામાં પરિક્ષાર્થીઓ ચોરી કરતા હોવાના ફોટા વાયરલ થયા હતા. તપાસ કરતા પરિક્ષાર્થીઓ અને સુપરવાઈઝર મળી કુલ 20 ઈસમોની સંડોવણી બહાર આવતા ડીજીવીસીએલના વિશેષ મહાપ્રબંધક દ્વારા તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા મહુવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તરસાડીમાં ઉકા તરસાડીયા યુનિ.માં કોમ્પ્યુટર લેબમાં 15/07/2021 ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી સુરત દ્વારા વિધુત સહાયકની ઓનલાઈન પરીક્ષા લેવાય હતી.પરીક્ષા લેવાનો કોન્ટ્રાકટ મેસર્સ એન.એસ.ઈ.આઈ.ટી લીને અપાયો હતો.પરીક્ષા દરમિયાન લેબ નંબર-9માં VLC-335થી VLC-345 અને લેબ નંબર-10માં VLC-346 થી VLC-357 પરિક્ષાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાયેલ હતી.

પરીક્ષા આપતા કેટલાક પરિક્ષાર્થીઓ ચોરી કરતા હોવાના ફોટા વાયરલ થયા હતા. ફોટાના આધારે ડીજીવીસીએલે કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લેબ નંબર-9 અને 10ના શંકાસ્પદ પરિક્ષાર્થીઓનો મોબાઈલ કબજે લઈ એફ.એસ.એલમાં મોકલ્યો હતો અને ફોર્મેટ કરેલ ડેટા રીકવર કર્યા હતા. દરમિયાન પરિક્ષાર્થીઓ અને બંને લેબના સુપરવાઈઝર મળી 20 ઈસમો પરીક્ષામાં ચોરી કરતા હોવામાં સંડોવણી બહાર આવી હતી. બ્રિજેશ પટેલ, સાજનીક પટેલ, અક્ષય પટેલ, કલ્પેશ પટેલ, બળવંતભાઈ પટેલ, પિયુષકુમાર પટેલ, ભાવિન પટેલ, વિશાલ પટેલ, પિન્ટુકુમાર પટેલ, રોનિતભાઈ પટેલ, રોમાન્સ પટેલ, ભાવેશકુમાર પટેલ, સુનિલકુમાર પટેલ, નિકલ પટેલ, અલકેશકુમાર પટેલ, સાગર પટેલ, પરીક્ષાનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી મેસર્સ એન.એસ.ઈ.આઈ.ટી લી, ગણદેવા આઈ.ટી.આઈના શિક્ષક બીનેશ, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન લેબ નં-9 અને 10મા ફરજ બજાવતા સુપરવાઈઝર સામે ફરિયાદ કરવામાં આવી છે.

Next Story