Connect Gujarat
સુરત 

સુરત : સિટીલાઈટમાં ક્લાસીસનો વિદ્યાર્થી આવ્યો કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ દોડતું થયું.

સુરત શહેર તથા જિલ્લામાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે ક્લાસીસનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો,

X

સુરત શહેર તથા જિલ્લામાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે સિટી લાઈટ વિસ્તારમાં આવેલ ક્લાસીસનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો, ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર વેક્સિનેશનના કેમ યોજી લોકોને વેક્સિન આપી છે. જોકે, હવે ફરી ધીમી ગતિએ કોરોના માથું ઊંચકી રહ્યું હોય તેમ કોરોના પોઝિટિવ કેસ સામે આવી છે. ગત શુક્રવારના રોજ શહેરમાં 03 અને જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. જેથી એક્ટિવ કેસ પૈકી હાલ સિવિલ હોસ્પિટલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દીઓની હાલત ગંભીર છે, ત્યારે હવે સિટીલાઈટ વિસ્તારમાં આવેલ જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. જેમાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જોકે, અન્ય 7 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ક્લાસીસને 14 દિવસ સુધી બંધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે શાળા સંચાલકોને પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Next Story