સુરત : પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર દંપત્તિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત...

સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.

New Update
સુરત : પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર દંપત્તિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત...

સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ જતા તેનું મોત થયું હતું, જ્યારે પતિને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા જવા નીકળ્યા હતા. તે દરમ્યાન સચિન ખાતે આવેલ એપ્રલ પાર્ક રોડ નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાકેશ મિશ્રાની પત્ની માધુરી મિશ્રાનું કચડાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, રાકેશ મિશ્રાને પણ શરીરે ઇજાઓ પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.