સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.

New Update
  • ACBના હાથે ઝડપાયા લાંચિયા PSI

  • ACBની સફળ ટ્રેપથી પોલીસબેડામાં ખળભળાટ  

  • સરથાણા પો.સ્ટે.ના PSI લાંચ લેતા ઝડપાયા

  • ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની માંગી હતી લાંચ

  • આરોપીને માર ન મારવા માટે માંગી હતી લાંચ

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જેમાં પોલીસ મથકના PSI એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને મારવા ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા PSIને ACBએ રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ ઘટનામાં ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ PSI એમ. જી. લીંબોલા કરી રહ્યા હતા.તપાસ દરમિયાન, PSI લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો હતો.ACBએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.અને 6 ઓગસ્ટ2025ના રોજસરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આ ટ્રેપ દરમિયાન PSI લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40 હજારની લાંચ સ્વીકારી હતી. આ જ સમયે ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACB દ્વારા આરોપી PSI એમ.જી.લીંબોલાને ડિટેઇન કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ઓપરેશનમાં ભરૂચ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.શિંદે અને વડોદરા ગ્રામ્ય ACBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.જે.ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB, વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest Stories