Connect Gujarat
સુરત 

સુરત: 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર થઈ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની કરી ધરપકડ

હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી

X

સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં બાળકના અપહરણ થવાની ઘટનાઓ તો સામે આવતી રહે છ ત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની હતી. સુરતની એક ગર્ભવતી મહિલા દામિની ગૌડે શુક્રવારે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે દર્દી દામિની પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે દામિનીનો ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પણ માતા અને તાજા જન્મેલા બાળકને જોવા માટે આવ્યો હતો.

દરમિયાન ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પહેલા માળે આમ-તેમ ફરતો હોય એવામાં તે અચાનક જ ગાયબ થઈ ગયો હતો સગા અને માતાને જાણ થતાં અર્કની સગાઓએ શોધખોળ કરી હતી.બાળકની શોધખોળ બાદ પણ લાંબા સમય સુધી નહીં મળી આવતા આખરે સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતા લઈને વરાછા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી.પોલીસે ઘટનાને ગંભીરતા લઈ તાત્કાલિક અપહરણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી.વરાછા પોલીસ સીસીટી ફૂટેજના આધારે અપહરણ કરનાર મહિલાના ઘર સુધી પહોંચી હતી.

ઘરમાં બાળક મહિલા અને તેના પતિ મળી આવ્યા હતા.પોલીસે વધુ તપાસ કરતા મૂળ રાજસ્થાનના વતની હાલ સુરત શહેરના પુણા ગામ ખાતે આવેલ આઈ માતા ચોક વિજય નગરમાં ખાતે રહેતા સીમાના લગ્ન 20 વર્ષ પહેલાં શંકર પ્રજાપતિ સાથે થયા હતા. 20 વર્ષના લગ્ન કાળમાં તેઓને સંતાન નહીં થતા ચિંતામાં રહેતા હતા.ગત માર્ચ મહિનામાં સીમાના પેટમાં દુખાવો થતા સીમા તેના પતિ શંકર સાથે સ્મીમેર હોસ્પિટલમાં ગયા હતા.ત્યાં હોસ્પિટલમાં દર્દીના નાના બાળકોને રમતા જોયા હતા.છેલ્લા 20 વર્ષથી સંતાન નહીં થતા હોસ્પિટલમાં માંથી બાળકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે

Next Story