સુરત : 5થી વધુ લગ્ન કરાવી મૂરતિયાઓને લૂંટનાર "હસીના" સિપાઈની ધરપકડ...

લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.

New Update
સુરત : 5થી વધુ લગ્ન કરાવી મૂરતિયાઓને લૂંટનાર "હસીના" સિપાઈની ધરપકડ...

સુરત SOG પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની કેફિયતનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં મુખ્ય સાગરીતનીની ધરપકડ કરી અનેક લૂંટની ઘટનાનો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં યુવક અને યુવતીઓની સંખ્યામાં ચિંતાજનક અસમાનતા ઊભી થઈ છે. આ ઉપરાંત પણ બીજા ઘણા કારણો છે કે, લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે. તેવામાં સુરત પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કરી એક મહિલાને ઝડપી પાડી છે.

સુરત SOG પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની મુખ્ય સાગરીત હસીના સિપાઈની ધરપકડ કરી છે. હસીના સિપાઈએ 5થી વધુ લગ્ન કરાવી મૂરતિયાઓને લૂંટી લીધા હતા. ગીર ખાતે રહેતી ગેંગ દ્વારા એજન્ટનો સંપર્ક કરી યુવાન અને તેના પરિવારોને લૂંટી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં લૂંટેરી દુલ્હનની સાતીર ગેંગના કારનામાથી ઉનામાં એક વરરાજાએ આપઘાત પણ કર્યો હતો. ત્યારબાદ પોલીસ દોડતી થઈ જતાં આ ગેંગની મુખ્ય સાગરીત હસીના સિપાઈ, મુમતાજ અને શોભા નામની 3 મહિલાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી, ત્યારે હાલ તો હસીના સિપાઈને સુરત ખાતેથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories