સુરત: કાપડનગરીમાં ગેરકાયદેસર રીતે ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ધરપકડ,પોલીસે શરૂ કરી તપાસ

સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.

New Update
સુરત: કાપડનગરીમાં ગેરકાયદેસર રીતે ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ધરપકડ,પોલીસે શરૂ કરી તપાસ

સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી. હિમાચલ પ્રદેશથી લઇ આવેલ ગેરકાયદેસર ચરસનો જથ્થો જપ્ત કરી બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી .જે અંતર્ગત સુરત શહેર ક્રાઇમબ્રાંચ પોલીસે બાતમીના આધારે સુરતના નેશનલ પ્લાઝા બિલ્ડીંગ મિડટાઉન રેસ્ટોરન્ટની સામે સુરત રેલવે પાર્કીંગની બહાર જાહેર રોડ ઉપરથી કેનાબીસ ચરસ લાવતા યુવક શ્રેયાંશ ગાંધી અને યુવતી પ્રિતી પરભુભાઇ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.બનેની તલાશી લેતા ગેરકાયદેસર 11,886 રૂપિયાનો 79 ગ્રામ વજનનો કેનાબીસ ચરસનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂપિયા 57,966 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.યુવક તથા યુવતીની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો હીમાચલ પ્રદેશના કુલ જીલ્લાના કસોલ ખાતેથી ખરીદ કરી રેલવેમાં બેસી સુરત લાવેલા હોવાનું જણાવ્યું હતું.બનેમાંથી આરોપી શ્રેયાંશ ગાંધી 2021માં હીમાચલ પ્રદેશના ભનતર પોલીસ સ્ટેશનમાં 650 ગ્રામ ચરસ સાથે ઝડપાયો હતો.તેમજ NCB દ્રારા 2021માં 7 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.આરોપીની હિમાચલ ખાતેના કુલુમાં 650 ગ્રામ ચરસ સાથે ઝડપાયેલા કેસમા કોર્ટની તારીખ હોવાથી આરોપી ત્યાં ગયો હતો.જે ત્યાંથી ફરી સુરત આવતા ચરસ લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ વધુ તપાસ મહિધપુરા પોલીસને સોંપવામાં આવી છે.

Latest Stories