/connect-gujarat/media/post_banners/acfce927a24ec5824e6fa4ef0fa587b3acb38a6b4eaaa2ad5b4e051f192e4175.jpg)
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ હોવાથી રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક સ્ટાર પ્રચારકો પાર્ટીના ઉમેદવારોને જીતાડવા ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે, ત્યારે સુરત ખાતે પાટીદારોના ગઢમાં હિન્દુત્વનો ચહેરો યોગી આદિત્યનાથને લાવી ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. રોડ-શોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. હીરાબાગ સર્કલ નજીક બુલ્ડોઝર પર આવીને ભાજપના કાર્યકર્તાએએ પણ સ્વાગત કર્યું હતું. આ સાથે જ દંબગ નેતા કુમાર કાનાણી, પ્રવીણ ધોધારી, કાંતિ બલર, પ્રફુલ પાનશેરીયા પણ રોડ-શોમાં જોડાયા હતા. શહેરના ઉમિયાધમથી નીકળી માનગઢ ચોક સહિતના જાહેર માર્ગ ઉપર ભવ્ય રોડ-શો યોજાયો હતો. જોકે, ગતરોજ કેજરીવાલે રોડ-શો કર્યા બાદ બીજા દિવસે યોગી આદિત્યનાથના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કહી શકાય કે, પાટીદારોના ગઢમાં રાજકીય પાર્ટીઓ એડીચોટીએ જોર લગાવી રહી છે.