સુરત : ઉધના વિસ્તારમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજમાંથી વાદળી રંગનું કેમિકલયુક્ત પાણી માર્ગ પર ફરી વળ્યું..!

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

New Update
  • હવામાન વિભાગ દ્વારા કરાય છે ભારે વરસાદની આગાહી

  • ઉધના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી

  • ભારે વરસાદ વચ્ચે પાણી ભરાતા જનજીવનને મોટી અસર

  • વરસાદી પાણી સાથે ડ્રેનેજમાંથી વાદળી રંગનું પાણી આવ્યું

  • કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે પાણી ભરાતા જનજીવનને મોટી અસર પહોચી છેજ્યારે વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઈનમાંથી વાદળી રંગનું પાણી માર્ગ પર ફરી વળતાં લોકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબસુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સતત પાંચમા દિવસે પણ ઉધના-નવસારી રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફસુરત શહેરના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયા પણ વરસાદનો લાભ લઈ બેફામ બન્યા છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઈનમાંથી કેમિકલયુક્ત વાદળી રંગનું પાણી બહાર માર્ગ પર ફરી વળ્યું હતું.

પહેલા લાલ કલરનું પાણીપછી ગુલાબી કલરનું પાણી અને હવે વાદળી કલરનું પાણી બહાર નીકળતા લોકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. SMC અને GPCB ઘોરનિંદ્રામાં હોયઅને સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. એટલું જ નહીંઉધનાના ધારાસભ્યનું પણ અધિકારીઓ સાંભળતા નથીજેનું પરિણામ કેમિકલયુક્ત પાણી છેતેમ સ્થાનિકોનું માનવું છે.

Latest Stories