Connect Gujarat
સુરત 

સુરત : CSC દ્વારા શ્રમિકોના ઘર આંગણે કેમ્પ યોજી ઈ નિઃશુલ્ક શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યા

સીએસસી કોમન સર્વિસ સેન્ટરના સંચાલક દ્વારા સુરત શહેરના પાંડેસરામાં આવેલ શ્રમિક વિસ્તારમાં શ્રમિકોને ઘર આંગણે નિશુલ્ક ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે

સુરત : CSC દ્વારા શ્રમિકોના ઘર આંગણે કેમ્પ યોજી ઈ નિઃશુલ્ક શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યા
X

સીએસસી કોમન સર્વિસ સેન્ટરના સંચાલક દ્વારા સુરત શહેરના પાંડેસરામાં આવેલ શ્રમિક વિસ્તારમાં શ્રમિકોને ઘર આંગણે નિશુલ્ક ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ઈ શ્રમ પોર્ટલ સેવા શરૂ કરી છે. કામદારોને સીએસસી VLE દ્વારા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. આ કાર્ડ ધારકોને સરકાર તરફથી મદદ આપવામાં આવશે. તેમ જ સરકારની શ્રમિકો લગતી વિવિધ યોજનાઓનો લાભ મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈ શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રે કામ કરતા લગભગ દેશભરમાં 6 કરોડ કરતાં વધુ શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરી કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. જ્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ દરગાહ ખાતે જિલ્લા CSC DM તુષારભાઈ બેલડીયાના માર્ગદર્શન હેઠળ પ્રીતમ કોમન સર્વિસ સેન્ટરના સંચાલક પ્રશાંતભાઈ દ્વારા શ્રમિકોના ઘર આંગણે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પના માધ્યમથી શ્રમિકોનું કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી તેઓને નિશુલ્ક કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો દ્વારા સુરત ખાતે ૫૦ હજાર કરતાં વધુ શ્રમિકોને નિશુલ્ક કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. કાર્ડ ધરાવતા શ્રમિકોને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવશે. તેમ જ શ્રમિકોને બે લાખ સુધીનો અકસ્માત વીમો મળવાપાત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ કાર્ડના માધ્યમથી આયુષ્યમાન કાર્ડનો લાભ આપવામાં આવનાર છે. તેમજ મહામારી જેવી સ્થિતિમાં સરકાર શ્રમિક કાર્ડ ધારકોને આર્થિક સહાય ચૂકવશે.

ઈ શ્રમ કાર્ડ બનાવવા આવેલા શ્રમિકએ જણાવ્યું હતું કે આજરોજ અમારા વિસ્તારમાં કોમન સર્વિસ સેન્ટર ના સંચાલક દ્વારા ઈ શ્રમ કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે ઈ શ્રમ કાર્ડને લાગતી સરકારની યોજના વિશે અમને સંપૂર્ણ માહિતી આપી છે અમારા ઘર આંગણે ઈ શ્રમ કાર્ડ બનાવી આપતા અમે CSC સેન્ટરના DM કોમન સર્વિસ સેન્ટર ના સંચાલક અને સરકારનો આભાર માનીએ છે.

Next Story
Share it