/connect-gujarat/media/post_banners/8d1586b80d84ced277f9957dc4f6ff156299b118f1756857b578748a7625259d.jpg)
સુરતની સચીન જીઆઇડીસીમાં કેમિકલ વેસ્ટના નિકાલ વેળા ટેન્કરમાંથી ઝેરી ગેસ લીકેજ થતાં છ કામદારોના મોત થયાં હતાં જયારે 23થી વધારે કામદારોને અસર થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. આ મામલામાં પોલીસે વડોદરા અને સુરત સહિતના સ્થળોએ છાપો મારી ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આખા મામલામાં કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનું મોટું કૌભાંડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આજે શનિવારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં.
તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પુછયાં હતાં. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. જે લોકો વેન્ટીલેટર પર હતાં તેમની તબિયતમાં પણ હવે સુધારો જોવા મળી રહયો છે. કેમિકલ માફિયાઓ સામે સરકાર કડક પગલાં ભરશે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોનાની નવી ગાઇડલાઇન બાબતે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી તેમણે પોતાનો જોબફેરનો કાર્યક્રમ મોકુફ રાખી દીધો છે. 400 લોકો જાહેરમાં કાર્યક્રમ કરી શકે છે.આ નિયમનું ઉલ્લંઘન થયું હશે તો તેના સામે પગલાં ભરવામાં આવશે.