-
ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
-
માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા ડરના માર્યા આપઘાત કર્યો
-
વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
-
પોલીસને વિદ્યાર્થીનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી
-
પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ
સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,જેના કારણે સંવેદનશીલ પુત્રીએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી દેતા સનસનાટી મચી ગઈ હતી.
સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા ઘુઘલ પરિવારની ધોરણ 7માં અભ્યાસ કરતી આશરે 11 વર્ષીય ઝેનીશા રવિવારે તેના ઘરે ભાઈ બહેન સાથે હતી,અને તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા,જ્યારે તેના પિતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને મુંબઇ જ રહે છે.માતાની ગેરહાજરીમાં ઝેનીશા માતાનો મોબાઈલ લઈને રમતી હતી,અને મોબાઈલ અચાનક પાણીમાં પડી ગયો હતો,જેના કારણે ઝેનીશા ડરી ગઈ હતી,અને અંતિમ ચિઠ્ઠી લખીને તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઝેનીશાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અને તેણીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પણ કબજે લઈને તપાસ શરૂ કરી હતી.