અડાજણમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ
SOG-PCB પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું
નકલી વિઝા અને સાહિત્ય પોલીસે કર્યા જપ્ત
રીઢા ગુનેગાર ભેજાબાજની ધરપકડ કરતી પોલીસ
યુકે,કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા
સુરતના અડાજણ માંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું.SOG અને PCB પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ 1.30 લાખની મત્તા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેકટરીનો પર્દાફાશ થયો છે. PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં, અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી યુકે, કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે.પોલીસે સ્થળ પરથી 5 નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતિક શાહ દિલ્હી, પંજાબ, ચંડીગઢ, અને હરિયાણાના એજન્ટોને આ નકલી વિઝા વેચતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિક શાહ સામે 2017થી અત્યાર સુધીમાં કુલ 12 ગુના દાખલ થયેલા છે. આ ધરપકડ સુરતમાં ચાલતા નકલી વિઝાના મોટા રેકેટનો પર્દાફાશ છે.
આ આરોપી અગાઉ 12 વખત ઝડપાઈ ચૂક્યો છે. તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી આ ડુપ્લીકેટ વિઝાના 15000 રૂપિયા વસૂલતો હતો.આરોપી ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરીજનલ જેવી ડુપ્લીકેટ વિઝા બનાવતો હતો..આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો.અને તે બનાવવા માટેનું રો મટીરીયલ અલીબાબા ડોટ કોમ પરથી સામગ્રી મંગાવતો હતો.અંદાજીત 700 જેટલા ડુપ્લીકેટ વિઝા બનાવી આરોપીએ એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.હાલ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હાલ પોલીસે આરોપી પ્રતીક શાહની ધરપકડ કરી ડુપ્લીકેટ વિઝા,પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી રૂપિયા 1.30 લાખની મતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.