Connect Gujarat
સુરત 

સુરત : ડાંગરની કાંપણીમાં ખેડૂતો જોતરાયા, સહકારી મંડળી દ્વારા ખરીદી કરવા ખેડૂત આગેવાનની રજૂઆત

X

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો દ્વારા ડાંગરના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે, ત્યારે સહકારી મંડળી મારફતે ડાંગરની ખરીદી અને ખેડૂતોને સારો ભાવ મળે તે માટે ખેડૂત આગેવાન દ્વારા અન્ન પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરનો પાક તૈયાર થઇ જતાં હાલ ખેડૂતો ડાંગરની કાંપણી કરવામાં જોતરાયા છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે હાલ 40 લાખ ગુણી ડાંગરના પાકનું ઉત્પાદન થતાં ખેડૂતો દ્વારા કાપણી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે નિગમે માત્ર 20 હજાર ગુણ ખરીદી કરી હતી. જેના કારણે ખેડૂતોને રૂપિયા 70 કરોડ જેટલું નુકશાન થયું હતું. જોકે, અન્ન પુરવઠા નિગમે 20 કિલો ડાંગર 388 રૂપિયાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, ત્યારે હવે સહકારી મંડળી મારફત ડાંગરની ખરીદી કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અન્ન પુરવઠા મંત્રી નરેશ પટેલને રજૂઆત કરી છે.

Next Story