કાપોદ્રામાં હીરાના કારખાનામાં થઇ હતી ચોરી
મિત્રએ જ મિત્રની ઓફિસમાં કરી હતી ચોરી
10 લાખના હીરા અને રોકડની થઇ હતી ચોરી
મિત્રએ ડુપ્લિકેટ ચાવીથી ચોરીને આપ્યો હતો અંજામ
પોલીસ તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો
સુરત કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાના કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી તેમાંથી 10 લાખના હીરા અને 1.15 લાખની રોકડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં પોલીસે કારખાનેદારના મિત્રની જ ધરપકડ કરી હતી.
સુરતના કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાનું કારખાનું ધરાવતા દિનેશ સાવલિયાના કારખાનામાં ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરવામાં આવી હતી. ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયો હોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. કારખાનેદારે પણ કેટલાક નામો શકમંદ તરીકે સૂચવ્યા હતા, પરંતુ તપાસમાં કશું નીકળ્યું ન હતું.
આ તપાસ દરમિયાન પોલીસે સૌથી પહેલા સી.ડી.આર.મેળવ્યા હતા. જેમાં સૌથી વધુ વખત વિપુલ મુકેશ ડામોરનું લોકેશન મળ્યું હતું. ફરિયાદીના કારખાનેથી થોડેક દૂર આવેલા કારખાનામાં વિપુલ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. વિપુલના ચોરીના સમયગાળા દરમિયાન તેના વતન દાહોદ હોવાનું જણાઈ આવ્યું હતું. તેનો સી.ડી.આર. મેળવવામાં ચોરીના પહેલાં બે અને પછીના બે દિવસ તો તેનું લોકેશન તો ગોધરા જ હતું, પરંતુ ચોરી થઇ તેના બપોર બાદ તેનો ફોન બંધ થઈ ગયો. આ ફોન કામરેજથી બંધ થયો હતો. નવેક કલાક બાદ ફોન પરત કીમ પાસે ચાલુ થયો હતો. પોલીસે વિપુલ ડામોરની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતાં જ તે ભાંગી પડયો હતો,અને ચોરીની કબૂલાત કરી હતી.અને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.