Connect Gujarat
સુરત 

સુરત : ગુજરાત ATS અને SOG પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓડિસ્સાથી 6 રીઢા આરોપી ઝડપાયા...

ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

X

ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ગંભીર ગુન્હામાં નાસતા ફરતા 6 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યભરમાં હાલ લૂંટ, હત્યા, ચોરી સહિતના ગંભીર ગુન્હાઓના કારણે ક્રાઇમનો ગ્રાફ વધુને વધુ ઉપર આવી રહ્યો છે, ત્યારે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આવા કૃત્યો કરનાર ઇસમો વિરુદ્ધ કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. તેવામાં ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. NDPS, હત્યા સહિતના અન્ય ગંભીર ગુન્હામાં નાસતા ફરતા 6 જેટલા ઇસમોને ઓડિસ્સાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઇસમો દ્વારા સુરત શહેરના કતારગામ, લીંબાયત, વરાછા, અમરોલી અને સરથાણા વિસ્તારમાં ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

Next Story
Share it