સાયબર ક્રાઈમ પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની આપી લાલચ
થાઈલેન્ડની જગ્યા મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા
ભારત ભરમાંથી 40 યુવાનોને મોકલ્યા હતા થાઈલેન્ડ
સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની કરી ધરપકડ
સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને 40 યુવાનોને ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા, પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.
આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝીરક્પુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.