Connect Gujarat
સુરત 

સુરત : બ્રેઈનડેડ યુવકના લીવર, કિડની અને આંતરડાનું અંગદાન, ૩ લોકોને નવજીવન આપવા પરિવારનો સેવાયજ્ઞ

X

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાંથી 22મુ અંગદન કરવામાં આવ્યું છે. મૂળ યુપીના મિર્ઝાપૂરનો વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણપતનગર ખાતે રહેતો 23 વર્ષીય પ્રીતેશ રાજભર એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરતો હતો. જે સુરતમાં બાઈક પર જઈ રહ્યો હતો, તે દરમ્યાન ચાલુ બાઈક પરથી નીચે પટકાયો હતો.

જેના કારણે તેને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તબીબોએ પ્રીતેશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. તો બીજી તરફ, યુવક બ્રેઈનડેડ થતાં તબીબો દ્વારા પરિવારને અંગદાન વિષે માહિતી આપવામાં આવી હતી. જેથી પરિવારે યુવકના અંગદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં પ્રીતેશ રાજભરના લીવર, કિડની અને આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. યુવકના અંગદન થકી ૩ લોકોને નવજીવન મળશે. ઉલ્લેખનીય છે કે, સુરત સીટી હવે ઓર્ગન ડોનેશન સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે, ત્યારે સુરતમાંથી વધુ એક વખત અંગદાનની 22મી ઘટના સામે આવી છે.

Next Story