સુરત : PM મોદીના જન્મદિવસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મહાદેવ ઈચ્છાનાથ મંદિરમાં કરી પૂજા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી

New Update
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

  • કેન્દ્રીય મંત્રી ઈચ્છાનાથ મહાદેવની કરી પૂજા

  • પીએમ મોદીના દીર્ઘાયુ માટે કરી કામના

  • મંદિર બહાર સફાઈ અભિયાન પણ કર્યું

  • 75 જેટલા દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી,અને મંદિર બહાર ઝાડુ મારીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.જ્યારે 75 જેટલા દિવ્યાંગોને ટ્રાઇસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કર્યો અને PM મોદીના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ પૂજા-અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો પણ જોડાયા હતાજેમણે એક સાથે મળીને પીએમના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરી હતી.

મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સી.આર.પાટીલે મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.આ સમયે સ્વચ્છતા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા 75 જેટલા દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો પગભર બને તેવા ઉદ્દેશ્ય સાથે ટ્રાઇસિકલ આપવામાં આવી હતી.આ પ્રસંગે દિવ્યાંગજનોએ સી.આર.પાટીલનો આભાર માન્યો હતો.

Latest Stories