રક્ષાબંધન પર્વને લઈને એસટી વિભાગનું આયોજન
BRTS - સીટી બસ વિનામુલ્યે બસ સેવા શરૂ કરાય
બહેનો ભાઇના ઘરે સમયસર પહોચે તેવું આયોજન
15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ
અનોખી ભેટ બદલ બહેનો મનપાનો આભાર માન્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આવતીકાલે તા. 09 ઓગસ્ટ શનિવાર એટલે કે, રક્ષાબંધન પર્વને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે વિનામુલ્યે BRTS અને સીટી બસમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, 15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે. ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.