-
વેસુમાં મંદિર બહાર અકસ્માતનો મામલો
-
કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું નીપજ્યું હતું મોત
-
અકસ્માતના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
-
અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે કરી ધરપકડ
-
બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા સર્જાયો હતો અકસ્માત
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,સર્જાયેલી ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી અકસ્માતની દર્દનાક ઘટના બની હતી, જેમાં મંદિર બહાર ભીખ માંગી ગુજરાન ચલાવતી 80 વર્ષીય ભિક્ષુક મહિલાનું મોત નીપજયું હતું. કાર ચાલકે કચડી મારતા 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.કાર ચાલાકનો સ્ટિયરિંગ અને એક્સેલેટર પર કાબુ ન રહેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં વૃદ્ધાનું મોત થતા વેસુ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં પોલીસે કાર ચાલક આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી હતી,અને આરોપી CA હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ BNSની વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.