સુરત : ઓરિસ્સાથી ગાંજો લાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને રૂ.69 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત.

સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

New Update
  • વરાછા પોલીસે ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

  • કિલોથી વધારે ગાંજાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત 

  • ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતો 

  • સુરતમાં ગાંજાનો જથ્થો કરવાનો હતો ડિલિવરી

  • ગાંજો મંગાવનાર આરોપી વોન્ટેડ

Advertisment

સુરત વરાછા પોલીસે કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈને એક ઈસમ આવી રહ્યો હોવાની બાતમીને આધારે  વરાછા પોલીસે વોચ ગોઠવી હતી,જેમાં પોલીસને સફળતા મળી હતી.અને પોલીસે કિલોથી વધારે ગાંજના જથ્થા સાથે અશોકનગર ઝુપડપટ્ટી પાસેથી એક ઈસમની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં ઓરિસ્સાના ગંજામ માંથી આવેલો વિક્રમ સ્વાઈ ગાંજાનો જથ્થો લાવ્યો હતો.અને વધુમાં પોલીસ તપાસમાં વિમલ નામના વ્યક્તિએ સુરતમાં રહેતા ગુડ્ડુને ડિલિવરી કરવા માટે ગાંજો આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.હાલ પોલીસે વિક્રમની ધરપકડ કરીને કિલો ગાંજો કિંમત રૂપિયા 69 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,જ્યારે ગુડ્ડુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisment
Latest Stories