સુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું

સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હીરાનગરી સુરતમાં હીરાનો વેપાર એકબીજાના ભરોસે ચાલે છેત્યારે આજ ભરોસો તોડી અનેક વખત અનેક લોકો છેતરપિંડીનો શિકાર થતા હોય છેતેવી જ રીતે જાંગડ પર હીરો લઈને આવનાર એક યુવાનની સાથે રૂ. 4.55 કરોડની છેતરપિંડી થઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તોખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેન ટેપ સાઈડ પર જી.આઈ.એ સર્ટિફાઇડ 10.80 કેરેટ વજનનો ડી’ કલરનો વિવીએસ ટુ પ્યોરિટીનો જી.આઈ.ટી ગ્રેડિંગવાળો હીરો વેચાણ અર્થે મુક્યો હતો. તે હીરો વેસુ વિસ્તારમાં રહેતા ચિરાગ શાહે જાંગડ પર લીધો હતો.

આ દરમિયાન એક દલાલ મારફતે હીરા ખરીદવાની ઈચ્છા દર્શાવતો એક વેપારી મળ્યો હતો. આ વેપારી મહિધરપુરા વિસ્તારમાં હીરાનો ધંધો કરતો હતોઅને તેનું નામ હિતેશ પુરોહિત હતું. હીરો સૌપ્રથમ તેમણે જોયો હતોને ત્યારબાદ તેમણે તેમની ઓફિસે આ હિરો ખરીદવા માટે બોલાવ્યા હતા. આ દરમિયાન ચિરાગભાઈના પુત્ર અક્ષતે હીરો લઈને હિતેશ પુરોહિતની ઓફિસે ગયો હતોત્યાં હીરાનું પેમેન્ટ બીજા દિવસે આપવાની વાત કરતા અક્ષત હીરો લઈને પરત આવી ગયો હતો. ત્યારબાદ ફરી એકવાર દલાલે અક્ષતને હીરો લઈને હિતેશ પુરોહિતની ઓફિસે બોલાવ્યો હતો.

ત્યારબાદ સીવીડી હીરા ચેક કરાવી સર્ટી માંગી હિતેશ પુરોહિતે હીરો થોડી વાર પાસે રાખ્યો હતો. એટલી વારમાં ટોકન માટે 10 લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ પર મુક્યો હતો. એટલી વારમાં સેફમાંથી રૂપિયા લઈ આવવાનું બહાનું કરી હિતેશ પુરોહિત નીકળી ગયો હતો. ત્યારબાદ અક્ષતે હીરો જોયોત્યારે તે હીરો બદલાયેલો લાગતા તપાસ કરાવતા હીરો સિવિડી નીકળ્યો હતો. રૂ. 4.55 કરોડનો હીરો બદલી જનાર હિતેશ પુરોહિતે ફોન પણ બંધ કરી દીધા હતા. ઘટના બનતા તાત્કાલિક અક્ષતે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં હિતેશ પુરોહિત તેમજ તેના અન્ય સાગરીત ઈશ્વર પુરોહિતકમલેશ પુરોહિતદલપત પુરોહિત અને સુરેશ પુરોહિત સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ આધારે અલગ અલગ ટીમ બનાવી રાજસ્થાનપાલનપુર અને મુંબઈ સહિતના શહેરમાં તપાસ કરી હતી. જેમાં હિતેશ પુરોહિતે દલપત પુરોહિતને હીરા વહેંચવા આપ્યા હતા. રાજસ્થાનના વતની દલપત હીરા સગેવગે કરે તે પહેલા જ પોલીસે દલપતને ઝડપી પાડી તેમની પાસે રહેલા રૂ. 4.55 કરોડના હીરા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી હિતેશ પુરોહિત તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

#Diamond #Surat News #CGNews #Accused arrested #online #selling #Surat #Scam #fraud case
Here are a few more articles:
Read the Next Article